Gujarati Quote in Whatsapp-Status by Bhanuben Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂલ એટલે સમાજની ,ઘરની,પરિવારની સાથે વણાયેલો શબ્દ

સૌથી વધુ આપણા જીવન સાથે ભૂલ  શબ્દ
વણાયેલો છે.

માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે.

જીવનમાં ઘણી બધી એવી ભૂલ હોય છે કે એ ભૂલ કર્યા પછી માણસ ઘણી વખત ખૂબ જ પસ્તાય છે પરંતુ એ પૂરું કર્યા પછી સુધારવા માટેનું મોકો ભાગ્યે જ કોઈને મળે છે.

જ્યારે આપણાથી કોઈ ભૂલ થઈ જાય ત્યારે ભૂલ ભલે  સુધારી ન શકીએ પરંતુ માફી તો ચોક્કસ માગીએ એવી ભાવના દિલમાં રાખવી જોઈએ


જીવન એક કવિતા છે અને કવિતાનો રાગ અલગ-અલગ હોય છે ઘણી વખત આપણે કોઈ અલગ રાગમાં ખાઈએ છે જેનો પ્રાસ મળતો હોતો નથી એવી રીતે માણસના જીવનમાં એક ધાર્યું જીવન જીવવામાં ઘણી બધી ભૂલો કરી બેસે છે પરંતુ એક વખત ભૂલ થઈ ગયા પછી વારંવાર ભૂલ થશે એવું વિચારીને આપણે કોઈ પણ કાર્યને અટકાવવું જોઇએ.


નાના, મોટા, વડીલો, યુવાનો, દરેક થી ભૂલ થાય છે પરંતુ ભૂલ કરે એ માણસ સર્વગુણ સંપન્ન નથી એવું પણ ન કહી શકાય અને ભૂલો કર્યા પછી એ માણસ અનુભવથી ખુબ જ સરસ રીતે ઘડાય છે અને પોતાનું જીવન સરળ રીતે જીવી શકે છે

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111748463
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now