પ્રિય શિવ શંકર,
હે...શિવ , આ ધરતી પર મનુષ્ય પીડા પામી રહ્યો છે. તે નિહાળી નથી રહ્યા !
હે.. શંકર, આ નાનકડા બાળકોની વેદનાને પોતાના હદય સુધી સ્પર્શી નથી રહ્યા !
હે .શિવ, શાળાઓમાં બાળકોના કલશોરથી ભરેલો બગીચો આજે વેરાન હાલતમાં છે, તે તમે નથી દેખી રહ્યા !
હે...શંકર તમારી બનાવેલી દુનિયા માં કુદરતી કહેરે કેટલાકના માતા-પિતા ,ભાઈ-બહેન સંતાન, સગાસંબંધી, મિત્રો વગેરે ..ને છીનવી લીધા એમનું અતિશય રુદન તમારા દિલ સુધી નથી પહોંચી શક્યું !
હે..શિવ શંકર ...હવે દયા કરો ..અમારી આ પરિસ્થિતિને સુધારો ...દુનિયાનાં રચયિતા તમે છો અને તમે જ પાલનહાર છો ....
લિ.
તમારી સખી
-Bhanuben Prajapati