એક પથ્થરને કંડારીને એમાંથી ઈશ્વરની મૂર્તિનું સર્જન થાય છે અને તેની પૂજા થાય છે.
એક પથ્થરને કંડારીને એમાંથી અવનવી ડિઝાઇનના વાસણ બને છે.
એક પથ્થરને કંડારીને નદીના વહેતા પાણીની પાળ બાંધવામાં આવે છે.
એક પથ્થરને કંડારીને મહેલની શોભા વધારવા માટે ઉપયોગ થાય છે.
એક પથ્થરને કંડારીને લડાઈની તલવારને ઘસીને ધારદાર બનાવાય છે.
એક પથ્થરને કંડારીને કુટુંબનું ઘર બનાવે છે અને રહેઠાણ કરી આપી સલામતી આપે છે.
એક પથ્થરને કંડારીને ડુંગરના પગથિયા બનાવી ડુંગર સર કરી શકાય છે.
માનવી ભલે કહે પથ્થરનું મૂલ્ય જીરો છે.પણ જેના આટલા ઉપયોગ હોય તે જીરો નહિ હીરો કહેવાય...
-