Gujarati Quote in Poem by वात्सल्य

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગાતાં ગુર્જર ગૌરવ ગાથા, ગામડે ગામડે પ્રગટતી,
પાવાગઢ ને ગઢ જૂનાગઢ,રાણકી પાટણ રણકતી.
ઉષા,આશા ઉમંગોના (૨)સીમાડા માં સરકતી,
ગૌરવ હો ગુજરાત ભૂમિ,વંદન હો તવ સંસ્કૃત્તિ.(ટેક )

રણવગડે વનવગડે તું, વનરાજીમાં વિંટળાતી,
પત્થરાળ વિકરાળ ખીણે,સપાટ સરગમ સંભળાતી.
સદાય નર્મદા તાપી વહેતી (૨) ક્યારેક બનાસ સરસ્વતી.
ગૌરવ......
સોરઠ ધરા ઉત્તર ધરા,મચ્છુ મહી મેશ્વો મલપતી,
ગુર્જર ધરાના માનવીઓના પગ પાની એ પખાડતી.
અરવલ્લી કચ્છ ભ્રુગુકચ્છ હો (૨) મધ્યે વાત્રક સાબરમતી.....ગૌરવ....
હિંદુ હો યા ખ્રિસ્તી હો, પારસી મુસ્લિમ મુલતાની!
અષોખ્રિસ્ત પાયગંબર હો,ખુદ ખુદાની મહેરબાની.
ભિન્ન ભિન્ન ભાષા અહીંની (૨)વિવેકે વાણી વહેંચાતી...
ગૌરવ.....
સૌનાં શમણાં સાકાર કરતી,લેતી તું શ્વાસ મલકતી,
નવરંગ ભરી સૌ કો' માં તું ધીરે ધીરે સંચરતી.
ગૌરવ ગાતી તું અમારું(૨) કલ્લોલ કરતી કલાકૃત્તિ.... ગૌરવ...
રામ કૃષ્ણ પાંડવ બંધુ,સરદાર રવિ વિનોબા ગાંધી, અખો પ્રેમાનંદ નર્મદ નરસિંહ સંત પાનબાઈ ગંગાસતી,
વાત્ત્સલ્ય ની વાણી વહેતી (૨)સૂર છેડે માં સરસ્વતી.... ગૌરવ....
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )

(નોંધ આ ગીત સુરતના માંડવી ખાતે તાપી પુલ પર રચ્યું હતું. તા.18/02/2004 બુધવાર )

Gujarati Poem by वात्सल्य : 111744418
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now