આવ્યો છે શ્રાવણી પૂનમનો તહેવાર;
છે આ ભાઈબહેનના પ્રેમનો તહેવાર;
આવે લાડલી બહેન ભાઈના આંગણે;
બહેન બાંધશે રાખડી સ્નેહના તાંતણે;
કંકુ ચોખા આરતીથી ભાઈને વધાવશે;
ભાઈ બહેનના હાથે રાખડી બંધાવશે;
બહેનની રક્ષાનું ભાઈ આપે છે વચન;
ખીલતું રહે એકબીજાના સ્નેહનું ચમન;
આપે યથાશક્તિ ભાઈ બહેનને ઉપહાર;
ઉપહારથી ઊંચો છે ભાઈબહેનનો પ્યાર;
બહેન હોય ભાઈનું સ્વાભિમાન ને ગર્વ;
હર્ષોલ્લાસે ઉજવીએ રક્ષાબંધનનું પર્વ;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)