"રક્ષાબંધન નું ગીત"
( રાગ: જનની ની જોડ સખી નહીં જડે રે લોલ)
વીરને બાંધે છે બેની રાખડી રે લોલ..
મોંઘા આપે છે એનાં મૂલ જો.........વીરને બાંધે છે...
ધન્ય દિવસ આજે આવીયો રે લોલ...
ધન્ય વીરાની આજે બહેને જો...... વીરને બાંધે છે...
પ્રેમે ગૂંથી છે એણે રાખડી રે લોલ....
હીરના ગૂંથ્યા છે એણે મોર જો...... વીરને બાંધે છે...
છલકે છલબલ એની આંખડી રે લોલ....
હેતે છલકે છે એનાં વેણ જો......... વીરને બાંધે છે...
ઊંડા તે કોડ એણે ભરિયા રે લોલ......
વીરો આપે છે આશિવૉદ જો........ વીરને બાંધે છે...
માગે બહેની સ્નેહ પાંખડી રે લોલ......
વીરો આપે છે હૈયાં છાબ જો........ વીરને બાંધે છે...
આવી મને લાખ ઘડી મળજો રે લોલ.....
યાચે "તકદીર" વારંવાર જો....... વીરને બાંધે છે...
જે.એમ.ભમ્મર " તકદીર "