તારૂં એ અધ્ધ ખૂલ્લું કમાડ, આજ પણ યાદ છે મને;
ને તારું વાંહેથી જોવું બહાર, આજ પણ યાદ છે મને;
ના તેં કાંઇ પણ કહ્યું મને કે ના મે કાંઇ પણ કહ્યું તને,
છતાંય પાંગર્યો હતો પ્યાર, આજ પણ યાદ છે મને;
ના તેં નામ લીધું મારૂ કે ન મેં સાંભળ્યો કોઇ અવાજ,
તોય પડઘાયો'તો દિલે નાદ, આજ પણ યાદ છે મને;
સામ સામે જ્યાં આવતાં, તું શરમાતી ને હું મલકાતો,
બસ, નજરથી થતો સંવાદ, આજ પણ યાદ છે મને;
ના મેં હાથ છોડ્યો કે ના તેં સાથ છોડ્યો' તો "વ્યોમ"
વિયોગની છેલ્લી મુલાકાત, આજ પણ યાદ છે મને;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)