Gujarati Quote in Motivational by वात्सल्य

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બહેન.....
મમ્મી-પપ્પાની માર પડે ત્યારે બેન બચાવી લે છે.
ઝઘડે મિત્રો જયારે ત્યારે બેન બચાવી લે છે.
બા બીમાર હોય તેવે વખતે બા બની જાય છે.
ભાઈ ને ભાવતું ખાવું હોય તો બેન બનાવી દે છે.
કપડાં ખરીદીમાં આ ગમશે,આ નહીં ગમે તને !
ઓછા ખર્ચે વધુ સારું બેન ખરીદાવી દે છે.
રાત પડે ભાઈ ઘેર આવે ના,મિસકોલ મારી દે છે.
થોડું જમે તો શું થયું? સોગંદ દઈ વધુ પીરસી દે છે.
બેન ઘરમાં હોય ના તો, ખૂણા ખુંદી વળે છે ઘરના.
ભાઈનો પ્યાર પવિત્ર જોઈ બેન હરખે હસી દે છે.
મા વગર નું ઘર અને બેન વગરનું આંગણું!
દરેક સમયે એકલતાનો અહેસાસ કરાવી દે છે.
વિવાહ વખતે વિદાય લેતી બેનનો ખભો તું છે !
તું રડીને હસાવતી તારી વિદાય મને રડાવી દે છે.
- वात्त्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111741662
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now