તને તારી પાસે થી માગું એવી દુઆ
માગવાની તું પરવાનગી દે
તને દોસ્તી મારી મંજૂર છે
તો તને ચાહવાની તું પરવાનગી દે
અને હું દરીયા ની લહરો ની માફક નથી
કે કિનારા ની માફક સપરશી ને પાછો વળી જાવ
હુ આંખો ના ઊબરે લગોલગ ઊભો છું
હૃદય લગી જાવા ની તું પરવાનગી દે
- ખલીલ ધનતેજવી