Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગયા ભવનું ૠણાનુબંધન દેખાય છે મિત્રતા થકી.
વગર લોહી સંબંધે લેણદેણ થાય છે મિત્રતા થકી.

સમાન વિચારધારા મળતાં મનમેળ બની જાય છે,
સુખદુઃખે એકમેક સાથ આપી જાય છે મિત્રતા થકી.

કૃષ્ણ સુદામા જૂગજૂનું દ્રષ્ટાંત છે આજેય જીવંત,
હરખ કે શોકમાં હમસફર થઈ જાય છે મિત્રતા થકી.

નથી નડતો ભેદ નાતજાત કે રંકરાયનો એમાં કદીએ,
સમજી એકબીજાને વખતે નિભાવાય છે મિત્રતા થકી.

સ્વાર્થની બદબૂ ના હોય તો સરાહનીય સંબંધ માનો,
ઓશિકે હોંકારો પરસ્પરનો પરખાય છે મિત્રતા થકી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111737856
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now