Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આયો છે અવસર તો વધાવી લઈએ;
ના રાખી બાકી કસર મનાવી લઈએ;

છે જે પણ અરમાન આપણા મનના,
દિલ ખોલીને આજ જતાવી લઈએ;

કરી કંકુ સાથિયા, બાંધી હાર તોરણ,
સાજ શણગારે મન સજાવી લઈએ;

આ સપરમા દિવસે છોડી બધાં દુઃખ,
ચિંતા ફિકરને સુખમાં ખપાવી લઈએ;

આજે આવ્યો છે તહેવાર મિત્રતાનો,
પ્રેમ સંગ લાગણીને'ય વહાવી લઈએ;

કર્યા હોય કે ના કર્યા હોય જે વાયદા,
એ બધા એક સાથે નિભાવી લઈએ;

જૂના - નવા સર્વે મિત્રો સાથે મળીને,
ચાલને આજ ફરી ધૂમ મચાવી લઈએ;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111737816
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now