Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ ઘરના દરવાજે કોઇ ટકોરા લગાવી ગ્યું;
ધરની સાથે સાથે દિલના દ્વાર ખખડાવી ગ્યું;

ઘરના ઉંબરે ઊભા રહી જોવું સનમની વાટ,
એક આહટ સાંભળી પગ ઉંબરો વટાવી ગ્યું;

ધડકતા બેચેન હૃદયે એને મળવા મૂકી મેં દોટ,
એક અજનબી પડછાયો દિલ ભરમાવી ગ્યું;

નિરાશ વદને વળ્યો પાછો જ્યાં હું ઘર તરફ,
ત્યાં જાણીતો નાદ મારૂં આ દિલ થંભાવી ગ્યું;

પાછળથી વળગીને એણે ભર્યો આલિંગનમાં,
મધુર એ મિલન ખુશીથી આંખ છલકાવી ગ્યું;

ઘડી મિલનની હતી એ પળ બે પળની પણ,
જતાં જતાં મહોબ્બતનો સાર સમજાવી ગ્યું;

એ હતી હકીકત કે હતી એ ભ્રમણા "વ્યોમ"
એ ઘટના હૃદયમાં એક ગઝલ પ્રગટાવી ગ્યું;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111736817
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now