જિંદગીમાં કેટલુંક યાદ રાખવામાં છે મઝા.
જિંદગીમાં કેટલુંક સાવ ભૂલવામાં છે મઝા.
એમાં ગરબડ થતાં દશા બૂરી સંભવતી કદી,
મળ્યું એ બસ આપણું સમજવામાં છે મઝા.
આપણી ગણતરી મુજબ બધું ન પણ થાય,
વિપરીત સંજોગો હરિચ્છા ગણવામાં છે મઝા.
હર્ષ શોક સિક્કાની બે બાજુ સમા હોય વળી,
સંયમને સહનશીલતા વખતે ધરવામાં છે મઝા.
સ્વાર્થ એ જ એક મકસદ છે આ દુનિયા તણો,
નદી નાવ સંજોગ સમજીને હંકારવામાં છે મઝા.
અફસોસ કે આનંદ પચાવતા શીખવું છે જરુરી,
કપરા સંજોગે ધૈર્યકંથા આવકારવામાં છે મઝા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.