તન ધોળાં ને મન કાળાં છે;
કરતો રહે ખાળા ચાળા છે;
મૂખેથી બોલે છે એ કંઇ ને,
દિલે તો લાગ્યા જાળા છે;
બગલમાં રાખે છે ખંજર,
ને હાથમાં એના માળા છે;
ભૂખ ધનની કદી ના મટતી,
એવા તો ખૂબ હરાળા છે;
કરે સાવ ખોટી હળીયાપટ્ટી,
પછી કહે પડે પગે છાળા છે;
જાપ પ્રભુના તોજ એ જપે,
ખોટા પડે જો સરવાળા છે;
આમને આમ પિંખાય જાય,
જે પ્યારથી રચ્યા માળા છે;
છતાં ન શીખે જિંદગીથી કંઇ,
જ્યારે જીવન એક શાળા છે;
એતો મનુષ્ય જ છે "વ્યોમ"
ક્યાં કહ્યું ચાર પગ વાળા છે?
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ
GETCO (GEB)
ખાળા ચાળા - ખટપટ, કાવાદાવા