Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વરસતા વરસાદની મોજ, અંદરથી માણી રહ્યો છું;
આ વરસાદની બૂંદ બૂંદને, અંતરથી ઝીલી રહ્યો છું;

વરસાદમાં ભીંજાયેલી સુંદરીનો પાલવ શું લહેરાયો
મને લાગ્યું જાણે કે કોઈ, સમંદરથી ભીડી રહ્યો છું;

એ પાલવના આવરણથી, ગોરો ચહેરો એવો દેખાયો,
જાણે ચાંદને વાદળ વચ્ચે, અંબરથી નિરખી રહ્યો છું;

પછી, સ્પર્શ એમની નજરનો કંઇક એવો મને થયો છે,
બહારથી થયો છું લીલો, ને ભીતરથી ખીલી રહ્યો છું;

એના ભીંજાયેલા દેહની ખુશ્બુ જ કંઇક એવી છે કે,
હું એના મહેકતા શ્વાસના અત્તરથી મહેકી રહ્યો છું;

આ દિલ પણ મારૂં બન્યું છે બેબાકળું હવે તો "વ્યોમ"
પ્રેમથી મનાવું દિલને કે કોઇ મંતરથી વિચારી રહ્યો છું;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111734920
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now