ઓળી આવે તો એક વાત કહું કાનમાં;
એટલું જોજે ન આવે કોઈના ધ્યાનમાં;
તારા પ્રેમમાં થયો પાગલ કંઈક એવો કે,
નથી રહ્યા મને હોંશ કે નથી હું ભાનમાં;
કેદ થયો છું હું તારી લહેરાતી ઝુલ્ફોમાં,
તારી આંખના કામણે લીધો છે બાનમાં;
તું જો કહે તો હું લખું તારા પર કવિતા,
કે પછી કહું એક શાયરી તારી શાનમાં;
કેટલી મહોબ્બત હું કરૂં છું તને જોઈલે,
લખી છે આજ ગઝલ મેં તારા માનમાં;
કાયલ તો છું પહેલાંથી હું તારા રૂપનો,
એક મુસ્કાન લાવે જાન મારી જાનમાં;
ઘાયલ થયો છે "વ્યોમ" નેણના બાણથી,
ચલાવ હોય એટલાં આ નયનના કમાનમાં;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)