શું ખરેખર , તારું અહિયાં.
વિસ્તરણ મન,મારું અહિયાં.
કોણ જાણે, ક્યાં છે હું તો,
સાચું કામણગારુ અહિયાં,
આવડત છે, જો તું સાગર,
દિલ તો મ્હેંકે,ખારું અહિયાં.
ધારણાઓ ,બાંધશો નહિ,
ચોતરફ અંધારું અહિયાં.
પ્રેમ માં પ્રગટે છે આનંદ,
હું ને જો, ઓવારુ અહિયાં.
-મોહનભાઈ આનંદ