Gujarati Quote in Quotes by Chaitanya Joshi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સત્યનું આપણને ભાન કેમ થાય ગુરુ વિના.
શાસ્ત્રોનું આપણે જ્ઞાન કેમ થાય ગુરુ વિના.

મળ્યો છે દેહ માનવનો પરમ કૃપા છે ઈશની,
સચેત એ આપણા કાન કેમ થાય ગુરુ વિના.

પરમ લક્ષ માનવનું પરમેશને પામવાનું રહ્યુંને,
વેદ ઉપનિષદો તણું ગાન કેમ થાય ગુરુ વિના.

સુતથીય અધિક સ્નેહ રાખીને તારનારા છે એ,
આપણા દોષો તણું નિદાન કેમ થાય ગુરુ વિના.

ઈશ સુધી પહોંચાડનારા છે એ તો પયગંબર,
સંતજનોનું સમાજે સન્માન કેમ થાય ગુરુ વિના.

ગુરુ તો પરમેશ્વરથીય અધિક છે જે આપણા,
જીવ હરિમાં આખરે મસ્તાન કેમ થાય ગુરુ વિના.

માતપિતા પછીનું સ્થાન છે એનું જગતમા સદા,
મનુજનું કલિયુગમાં ઉત્થાન કેમ થાય ગુરુ વિના.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Quotes by Chaitanya Joshi : 111734031
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now