લખવું કે નહિ, હું તો શવ શવ છું,
શબ્દોની ભીતર હું તો લવ લવ છું.
લહેરાતી ઊર્મિની ,અનુભૂતિ પામી,
મનથી જ તરંગિત હું તો રવ રવ છું .
પ્રાણો થઇને પરવરવુ સહજતા થી ,
જીવનને મૃત્યુમાં હું તો ભવ ભવ છુ.
પતઝડની મોસમ ,દુઃખ રુપ ખરેખર,
ભીતર આગ સમાન હું તો દવ દવ છું.
અસ્તિત્વ જ ખોવાઈ જાય છે જ્યાં,
હું આનંદ ફક્ત ત્યાં ,જો ચવ ચવ છું.
================
ચવ= ટકો, હોશ,
-મોહનભાઈ આનંદ