Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે ધરાને મળવાને આવી વર્ષારાણી.
દીધું એણે તો ગગન ગજાવી વર્ષારાણી.

ચારેકોર ઘટાટોપ ઘન રવિ દીધો છૂપાવી,
સખી હરખ લકીર મુખે લાવી વર્ષારાણી.

રીમઝીમથી આદરી અનરાધારે પહોંચી,
પલાળી ભૂમિને રહી હરખાવી વર્ષારાણી.

તપ્ત ધરિત્રીનો અંદાજ દીધો બદલાવી,
પાણી પાણી કરવામાં ગૈ ફાવી વર્ષારાણી.

નભો મંડળે વીજ ચમકાવી આભ ગજાવી,
દીધાં નદીનાળાં એણે છલકાવી વર્ષારાણી.

જળતંગીને નિવારી, કૃષિકારોને હરખાવી,
અમી સમાં જળ એ વરસાવી વર્ષારાણી.

આજે મળી સખીને મનભરીને ઊભરાવી,
સંદેશો અંબર તણો વર્ષા લાવી વર્ષારાણી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111730531
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now