શૂન્ય તો હું નહીં, એકડો હોય છે,
જીંદગી જો તું પણ ખડો હોય છે.
ખોલતાં નીકળે ,ગુંથણી મન તણી,
ડુંગળી જેમ, જો ત્યાં પડો હોય છે.
ભળતા જો રહે ,એકમાં નેક થઈ,
નામ ઝઘડો પછી, ધડો હોય છે.
જોડકા ગોઠવો, કાર્ય ને કારણો,
ન્યાય શનિ તણો જો કડો હોય છે.
હાલતું ચાલતું , હોય છે જો કશું,
સાચું માયા તણો કચકડો હોય છે.
-મોહનભાઈ આનંદ