Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિસર્ગને નીરખતાં કોઈ નવો વિચાર મળે.
માંદગીથી સાજા થતાં નવો અવતાર મળે.

નિષ્ફળતા ના આપી શકતી નિરાશા કદી,
જો ઈશ્વર સમો કોઈ આપણે આધાર મળે.

ટળી જાય દુઃખોને સઘળી મુસીબતો પછી,
જો મા તણો મીઠો " બેટા " ઉચ્ચાર મળે.

સૂકો રોટલો પણ બત્રીસ પકવાન સમો હો,
જ્યાં પગ મૂકતાં સ્નેહસભર આવકાર મળે.

ના લાગે જિંદગી એકલવાયી સહુના સંગે,
મિત્રો તણો એમાંય ભરપૂર સહકાર મળે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111729500
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now