સુવર્ણ જો લાલિમા પથરાઈ નભ માં,
ઉદિત પળો જો લહેરાઈ નભ માં.
સહજ છે કર્મોનાં લેખા જોખા જીવન,
છે જીંદગી રંગ માં , તું છાઈ નભ માં.
પ્રબોધ પામી જતા , જ્ઞાની જનો જ્યાં,
ઉડાન હંસો તણી , કહેવાઈ નભ માં.
અહમ જરા ઓગળે, યાત્રામાં ભીતર,
જરાક વાતો ખરી , સમજાઈ નભ માં.
સદાય આનંદ ,વિસ્તરતો જો ચિન્મય,
હા જીંદગી જો , ખરે બદલાઈ નભ માં.
-મોહનભાઈ આનંદ