દઇને દસ્તક લાગણી હું આવકારું,
ભાવ ઉન્મત્ત, માંગણી હું આવકારું.
ભેદ ભરમ ને હટાવી જોયું જેણે,
છે ટણી દિલમાં, ટણી હું આવકારું.
ખૂબસૂરત છે ને રમણિય પણ ખરા એ,
શબ્દ રૂપી એ મણી હું આવકારું.
મીઠું આસ્વાદન છે શબ્દો નું ખરેખર,
દિલમાં ગુંજન એ ભણી હું આવકારું.
સૂર સપ્તકમાં વહે , આનંદ મય જે,
શબ્દ મીઠો ગણ ગણી હું આવકારું.
-મોહનભાઈ આનંદ