નાચે છે મન મયૂરી તાતા થૈયા,
દુનિયાદારી દિલની વાતો ભૈયા.
તૃષ્ણાના તાલે, જીભના સ્વાદે,
બાંધી જાતે છે રસનાને રચૈયા
મનમોજી મસ્તી માં નાચે મનડું,
રંગે રાગી અનુરાગી જ સવૈયા;
ભવસાગરમાં ડૂબતા ખુશ થઇને,
કોણ બચાવે પ્રાણો ત્યાં ખેવૈયા;
દસ્તક દેતા દિલનાં દ્વારે દીન થઇ,
આનંદ માં ચુક્યા ભવરોગ નચૈયા.
-મોહનભાઈ આનંદ