વાત ભલે મારી મરજીની હતી,
તારી ઈચ્છાઓ એમાં એ સચવાય હતી..
આંખોને ભલે દ્રષ્ટિ તારી મળી,
જાતનાં રાખ થયેલા સપનાંની ઉદાસી હતી..
એકત્વ પામવાની શક્યતા હતી,
એક જણે જાત આખી ભુલવાની જો હતી..
પ્રેમનાં નામે ચાલતી ચાલાકી હતી,
'બંધન સ્વીકારવું જાતે' એ તાજી શરત હતી..
- સહજ