"અમસ્તા અમસ્તા"
આવે હર પળ તારી યાદ, અમસ્તા અમસ્તા;
કેમ જાગે આંખ પૂરી રાત? અમસ્તા અમસ્તા;
દિવસો વિતી ગયા ઘણા, સનમ તારા દિદારને,
શું દેખાય ગગનમાં ચાંદ? અમસ્તા અમસ્તા;
ઋતુચક્ર મૂજબ તો સદાય વરસે છે વરસાદ,
ના વરસે શું બૂંદ એકાદ? અમસ્તા અમસ્તા;
બહુ થઈ ગયાં અબોલાં, તારા ને મારા વચ્ચે,
એકવાર તો તું કર સંવાદ, અમસ્તા અમસ્તા;
વાગે છે ભણકારા કાને આજકલ તારા નામના,
લાગે છે કે તું કરે મને સાદ, અમસ્તા અમસ્તા;
કરીજો પ્રયાસ મને તારા દિલથી દૂર કરવાનો,
નથી બે તન ને એક જાન, અમસ્તા અમસ્તા;
સમાયો છું તારા હૃદયમાં હું કાંઇક એવો પ્રિયે,
કે નૈ કરી શકે હૃદયથી બાદ, અમસ્તા અમસ્તા;
લાખ કરી જો કોશિશ "વ્યોમ"થી દૂર રહેવાની,
કરીશ તું ચોક્કસ મુલાકાત, અમસ્તા અમસ્તા;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)