ફૂટતાં કિરણો થી કેવો ઉઘાડ છે.
દ્રષ્ટિ ગોચર પ્રાકૃતિક કેવું લાડ છે
ઘાટ ઘડતી હોય તૃષ્ણા જરા ભલે,
તોડ એનો નિંદણે , માંડ માંડ છે
શબ્દ બોલી ના બગાડો કદીય પણ,
ભીતરે ખોલો , વિવેકી કમાડ છે
ઝંખના જો ભોગવે કોઈ દંડ અહિં,
બાળતી મન ત્યાંય ઇચ્છાની ધાડ છે.
પામવાનું હોય છે દિલ પ્રબળ જરી,
જો કદી આનંદ માં, ક્યાંય વાડ છે.
-મોહનભાઈ આનંદ