તૂટી જતાં જો કોચલું તું નીકળે,
જો જીંદગી માંહી જરી હું નીકળે.
ઊગે છે ફણગા જો જરા ત્યાંયે ફૂટી
ફાટે પછી તો જીંડવા , રૂ નીકળે,
કરતા રહો મન , ડુંગળી જેવી પરત,
ખોલી જુઓ ત્યાં, રૂબરૂ શું નીકળે ?
છે કાઢવાનું જો , સરાણે ગોઠવી,
ભીતર ઝરણ હોવા પછી ભૂ નીકળે.
પડદો જરા ખોલી તમે પામી જુઓ,
આનંદ બિલકુલ, હૂબહૂ તું નીકળે.
-મોહનભાઈ આનંદ