પીગળે જ્યાં પ્હાડ જો દિલ હું રતન છું
ભાવ ઉન્મત્ત દોડતું , મન હું મનન છું.
લાગણીમાં તો વહીને જો ખરેખર,
ભાવ ભીનાં કોઈ દિલમાં હું ચમન છું.
સૃષ્ટિ સર્જનમાં જ કારણ અન્ન છું જો,
બિંદુ જો જળરૂપ , ચેતન હું સઘન છું.
દ્રષ્ટિ કોમળ પાથરી ઝાકળ સમી જ્યાં,
હું અમી રસ , ચેતનામાં એક સુમન છું
તત્વ સંચય પંચભૂતો પ્રાકૃતિક હું,
ભીતરે આનંદ મય , જો હું અમન છું.
-મોહનભાઈ આનંદ