જો હું સાચે ,એક પડછાયો છું
માણતો હું જો પ્રકૃતિ છાયો છું
મંદ મંદ વહેતો જો મધુરિમા ભર્યો,
કોઈ મોસમી યારા પવન વાયો છું
ઓઢતા ઈચ્છાનો આંચળો હું તો,
આંધળી દોટે ધાવક હું ધાયો છું
માયા જાળ રચીને , સ્વયં હુ પણ,
માયિક તાંતણે બાંધી રઘવાયો છે
સંગ દિલી સહજે આનંદ મય બની,
હું મારા દિલની ઈમારત નો પાયો છું
-મોહનભાઈ આનંદ