એક આંસુ થઇને હું સરકી જાઉં
ટીપું ઝાકળ થઇને હું મલકી જાઉં
શ્વાસમાં સાચી રમત છે જીવન જો
તું જ પ્રાણો થઇને હું ધડકી જાઉં
દિલ ઉપર બાંધીશ બંધન ના કોઈ,
ટીપું વ્હેતાં જઇને , હું છલકી જાઉં.
એક દ્રષ્ટિ પાત , સૂરજ જેવો હો,
સ્મિત હોઠે ફુલ સમ મલકી જાઉં.
બંધ દરવાજા કરી જો દિલ માંહી,
ભીતરે આનંદ , થઇ અડકી જાઉં.
-મોહનભાઈ આનંદ