ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની
આતો કુદરત ની ભલામણ છે
વગર સરનામે લાગણી ના તાંતણે
સૌ બંધાતા ગયા.
હાથ ભલે ખાલી રાખજે ભગવાન,
પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે
છલોછલ ભરેલુ રાખજે,
મારી નજીક કોઇ ના આવેતો કોઈ નહી,
પણ મારા નજદીક આવેલુ કોઇ
મારાથી દૂર ન જાય એવો સબંધ કાયમ રાખજે.