આંખોં મહીં જો ને લગન મળશે
દિલ તું પછી જોજે સઘન મળશે
ખોલી તું પાંખો ને , તું ફફડાવે,
ઊડતા જ ઈચ્છાનું ગગન મળશે,
ઊભો અડિગ જ્યાં ધારણામાં તું,
પ્રાણો જરા મ્હેંકી, મગન મળશે.
વિખરાઈ જો વાદળ સમો નાચે,
વરસી જશે , લીલું ચમન મળશે.
મનના મળે , મતભેદ મહીં જો.
છોડી દઈએ હું અમન મળશે.
ખોટા ડહોળી , કોણ નાંખે?
આનંદ ભીતર જો શમન મળશે.
-મોહનભાઈ આનંદ