કાગળ, કલમ ને દવાત લઈને લખી આજ ગઝલ;
મિત્રોની સાથે મુલાકાત થઈને લખી આજ ગઝલ;
મળ્યા છીએ એકબીજાને આજ બહુ વખત બાદ,
દિલની એકબીજાને વાત કઈને લખી આજ ગઝલ;
છે દોસ્તારો મારા બધાય એક એકથી ચડિયાતા,
એમની અનોખી ભાત લઈને લખી આજ ગઝલ;
કેવું હતું બાળપણમાં દિલ એક ખૂલ્લી કિતાબ નૈ?
શાણપણના જજબાત લઈને લખી આજ ગઝલ;
પ્રાણ પણ હાજર છે "વ્યોમ" ના તારા માટે દોસ્ત,
હૃદયની ધડકન સોગાત દઈને લખી આજ ગઝલ;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)