સાથે રહેતાં હતાં તો પણ,
ઓળખી ના શક્યા,
સાથે ફરતાં હતા તો પણ,
પારખી ના શક્યા,
કોન પોતાના હતા એ,
જાણી ના શક્યા,
કોન મતલબી હતાં એ,
સમજી ના શક્યા,
શત્રુ સાથે હતાં એ,
શોધી નાં શક્યા,
મિત્રતા નામની હતી એ,
અમે સમજી ના શક્યા,
મિત્રતા નો દેખાવ,
એટલો ઘણો હતો કે,
મિત્ર નાં રૂપમાં શત્રુ ને અમે,
ઓળખી ના શક્યા.
@Parmar Sadhna