Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" જે કે'વું હોય તે કઈ શકો "

કાળો-ધોળો, મેલો-ઘેલો, જે કે'વું હોય તે કઈ શકો;
પણ નથી હું મનનો મેલો, જે કે'વું હોય તે કઈ શકો;

જેટલી જેની જરૂરત એટલો કર્યો છે ઉપયોગ મારો,
છતાં ન દિધો મેં હડસેલો, જે કે'વું હોય તે કઈ શકો;

આવ્યા છે આડા પોતાના જ હર વખતે હર કામમાં,
પણ હું નથી કોઈને નડેલો, જે કે'વું હોય તે કઈ શકો;

જેવું જે કરે એવું તે ભરે, કુદરતનો છે નિયમ, એટલે,
ઉઘાડો રાખ્યો ઘરનો ડેલો, જે કે'વું હોય તે કઈ શકો;

છૂપાવે પણ પાપ નથી છૂપાતું, આ કર્મનો છે સિદ્ધાંત,
ફાટશે જરૂર પાપનો થેલો, જે કે'વું હોય તે કઈ શકો;

કરવા દેને "વ્યોમ" કાવાદાવા જેટલા થાય એમનાથી,
પણ હશે વાર તારો છેલ્લો, જે કે'વું હોય તે કઈ શકો;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111723843
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now