જીવનમાં
લોહીના સંબંધ પાણી કે પરું થતા, આં જીવનમાં જોવા મળે છે
જેમને પોતાના માનીયા હોય, એ પારકા થતા, જીવનમાં જોવા મળે છે
દીકરાઓ ને માત પિતા ને હડધૂત કરતાં જીવનમાં જોવા મળે છે.
પતિ પત્નીને બેવફા થતા જીવનમાં જોવા મળે છે.
પણ એ જ રીતે, પારકાં ને પોતાના થતા બી જીવનમાં જોવા મળે છે
જેમની સાથે લોહી નો સંબંધ ન હોય એમને લોહી દાન કરતાં આં જીવનમાં જોવા મળે છે.
દોસ્તીમાં એક બીજાની ઉપર ન્યોછાવર થતાં, આં જીવનમાં જોવા મળે છે
બાળકો ને માત પિતાને સન્માન આપતાં, જીવનમાં જોવા મળે છે
આં જીવનમાં અદભુત ચીજો અને બદલતા રિશ્તાઓ જોવા મળે છે.
Armin Dutia Motashaw