Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" તમે ક્યારે આવશો?"

આંખો પાથરી છે રાહમાં તમારી, તમે ક્યારે આવશો?
પ્રાણ ના નિકળે ચાહમાં તમારી, તમે ક્યારે આવશો?

તમારા સમણાંના ઇંતેજારમાં બદલતો રહ્યો પડખાં,
રાત ગૈ નિકળી જાગમાં તમારી, તમે ક્યારે આવશો?

રાખું છું તમારી ઝલક મારી હર ગઝલ ને શાયરીમાં,
હરખાઉં છું વાહ વાહમાં તમારી, તમે ક્યારે આવશો?

તમારી યાદોના સાગરમાં તરતો રહ્યો બની પરપોટો,
વહૂં છું હું સદા પ્રવાહમાં તમારી, તમે ક્યારે આવશો?

બેચેન થઇ જાઉં જ્યારે સંભળાય જાણીતી આહટ,
રાખું છું હું નજર વાટમાં તમારી, તમે ક્યારે આવશો?

મૂખેથી ભલે તમે કાંઇ પણ ન કહો પ્રિયે, પણ"વ્યોમ"
જોયો છે પ્રેમ આંખમાં તમારી, તમે ક્યારે આવશો?

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111723383
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now