Gujarati Quote in Thank You by Parmar Sadhna

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રી ના પ્રેમ નો હિસાબ ન કરી શકાય,
કેમકે.......
એક સ્ત્રી જ્યારે પોતાના બાળક ને જન્મ આપે છે તે સમય ની અસહ્ય પીડા ની તો કલ્પના પણ આપણે ના કરી શકીએ, આટલી પીડા થતી હોય તો પણ પોતાના બાળક નો રડવાં નો અવાજ સાંભળી ને બધી પીડા ભુલી ને પોતાના બાળક ને જલ્દી થી જોવાની ઈચ્છા રાખે.
એક બહેન ભલે ગમે તે જગ્યાએ હોય, ગમે તેટલી દૂર હોય, પોતાના થી પહોંચી શકાય કે ના પહોંચી શકાય પણ એ બહેન એના ભાઈ માટે રાખડી મોકલતા ક્યારેય નથી ભૂલતી, એ રાખડી ભલે ને એક સામાન્ય દોડા ની હોય પણ એમાં એક બહેન નો પોતાના ભાઈ પ્રત્યે નો પ્રેમ,વિશ્વાસ,લાગણીઓ અને રક્ષા નો સાથ હોય છે, ભલે ને દોડા ની બનેલી રાખડી નું મુલ્ય ન હોય પણ બહેને મોકલેલ રાખડી ભાઈ માટે બહુ જ મૂલ્યવાન હોય છે.
એક પત્ની પોતાના પિતા નું ઘર છોડી ને જિંદગીભર નો સાથ આપવા તૈયાર થઈ જાય છે એ પણ તમારે સથવારે,
પોતે હવે પિતાના નહીં પણ પતિ ના નામે ઓળખાય, તમારા ઘર ને પોતાનું ઘર માને,તમારા માતા પિતાને પણ એ એના માતા પિતા સમજે, તમારા સુખ-દુઃખ નો સહારો બને, તમારી સારી-ખરાબ પરિસ્થિતિઓ માં પાછળ નહીં તમારી સાથે ઉભે,
એક દિકરી પોતાનું નસીબ લઈ ને પિતાના ઘેર આવે છે,
ગમે તેવો ધનવાન પુરુષ હોય પણ એક પિતા બની ને દિકરી નું કન્યાદાન ન કરી શકે તો બધું ધન નકામુ છે, દિકરી નું કન્યાદાન તો નસીબદાર પુરુષ ને મળે છે, સાસરે ગયા પછી પણ દિકરી ને પિયર ની ચિંતા હંમેશા રહે છે,
દિકરો એક કુળ નું નામ રોશન કરે છે જ્યારે દિકરી બન્ને કુળ નું નામ રોશન કરે છે.
માં ની મમતા અમુલ્ય ભેટ,
પત્ની ના સાથ નો સરવાળો,
બહેન ની રક્ષા નું રક્ષણ,
પુરુષ ગમે એટલો ધનવાન,બલવાન, બુદ્ધિમાન હોય પણ એક સ્ત્રી વિના અધુરો જ છે.
પરિવાર ના લોકોને કુળ નો વંશ વેલો આગળ વધારવા દિકરો જોઈએ છે,પણ એ જ દિકરા ને જન્મ આપવા માટે દિકરી નથી જોતી સાચી વાત છે એટલે થોડી કડવી જરૂર લાગશે.
વધુ કાંઈ નહીં પણ સ્ત્રીઓ ને માન સન્માન આપો જેટલુ આપશો એનાથી વધુ તમને માન સન્માન મળશે.
અને હા, કોઈપણ સ્ત્રી હોય એ પોતાના પાસે કાંઈ રાખતી નથી બધુ આપે છે એ પછી માં, પત્ની કે બહેન હોય.
માં મમતા આપે છે,
પત્ની સાથ આપે છે,
બહેન રક્ષા આપે છે.

-Parmar Sadhna

Gujarati Thank You by Parmar Sadhna : 111723060
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now