Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનનો એક અધ્યાય છે સંગીત.
જિંદગીનો એક પર્યાય છે સંગીત.

સામવેદ બની વેદોમાં વસનારું જે,
રાગરાગિણીમાં સમાય છે સંગીત.

હૃદયના તારને ઝણઝણાવતું સદા,
સપ્તસૂરે હંમેશાં વખણાય છે સંગીત.

હાલરડાંથી મરશિયા સુધી દેખાતું,
નટરાજની કૃપાથી વરતાય છે સંગીત.

સમય સમય પર સૂર હો બદલતા,
પ્રકૃતિમાં નજરથી પરખાય છે સંગીત.

વસંતે બહારને વર્ષામાં મેઘમલ્હાર,
ૠતુ મુજબ વળી ગવાય છે સંગીત.

ક્યાંક ભક્તિ સંગાથે હોય અડીખમ,
નરસિંહના કેદારે સમજાય છે સંગીત.

હેત હરિ પ્રત્યેનું સૂરોમાંથી ઊભરાતું,
મીરાંની ભૈરવીમાં સંકળાય છે સંગીત.

વિવિધ રોગોના ઉપચાર પણ શક્ય છે,
તનમનની તંદુરસ્તી બની જાય છે સંગીત.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111722839
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now