નથી કરતો તને યાદ, એવું કેમ તું માને છે?
હશે મનેય ફરીયાદ, એવું કેમ તું માને છે?
બની ઘનઘોર વાદળ મારે વરસવું છે આજ
ઝરમરીયો છું વરસાદ, એવું કેમ તું માને છે?
ધીમો ચોક્કસ પડી ગયો છું જીવનની સફરમાં
પરંતુ લાગ્યો છે હવે થાક, એવું કેમ તું માને છે?
લાગણી છે મનમાં આજ પણ એવી ને એવી
લાગી ગયો દિલમાં કાટ, એવું કેમ તું માને છે?
હશે કોઈ વાદ વિવાદ તારા અને મારા વચ્ચે
પણ નૈ જ થાય સંવાદ, એવું કેમ તું માને છે?
લઈ બેઠો છું દિલમાં ઘણી યાદોનું તુફાન "વ્યોમ"
હૃદયમાં છે બધુંજ શાંત, એવું કેમ તું માને છે?
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)