Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પેલું પંખી કહે છે કે માનવ થઈને આ ઝાડ શાને કાપો?
પેલું પંખી કહે છે કે માનવ થઈને આટલું કષ્ટ કાં આપો!

વાસ અમારો તેની ડાળીએ ના છીનવો આશરો અમારો,
પેલું પંખી કહે છે કે માનવ થઈને અમને શીદને સંતાપો?

ટાઢ, તડકાને વરસાદ અમને સાચવનારું એ ઝાડ એક,
પેલું પંખી કહે છે કે માનવ થઈને આટલું વેણ તો રાખો.

બચ્ચાં અમારાં છે હજુ નાનાં શી થશે એની વલે પછી,
પેલું પંખી કહે છે કે માનવ થઈને સૂનો ન કરો ગામ ઝાંપો.

નથી અમારે હાથપગ માત્ર ચાંચથી બનાવ્યો અમે માળો,
પેલું પંખી કહે છે કે માનવ થઈને ન બગાડો રે બૂઢાપો.

લાગશે તમને હાય અમ છોરુની ના કદી સુખ પામશો,
પેલું પંખી કહે છે માનવ થઈને શાને બાંધો તમે પાપો ?

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111722114
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now