મા વગર હોય છે સૂનો સંસાર;
પિતા વિના વેરવિખેર ઘરબાર;
પિતા સાથે તો ખુશીયાં અપાર,
પિતા વગર નિરસ થાય સંસાર;
આપે ઠપકો બોલે કડવા વેણ,
પિતાનો છે એ જ છૂપો પ્યાર;
સપના પૂરા કરવા સંતાનોના,
કરે સ્વના સપનાંનો બહિષ્કાર;
તાપ, તડકો અને ઠંડી સહે પણ,
સંતાનને આપે છાંયડો પારાવાર;
પિતા એક સાચા મિત્ર "વ્યોમ"
પિતા છે એક સાચા સલાહકાર;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)