Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેમ છો બધાં? અરે! મજામાં જ હશો ને! આટલું સરસ વાતાવરણ છે. હું તમને ઓરોવિલ અને થાઈલેન્ડ તેમજ ભારતની સોનું નીકળતી નદીઓની સફરે લઈ ગઈ હતી ત્યાં મજા આવી કે નહીં? શું કહ્યું? બહુ મજા આવી. સરસ. ચાલો ત્યારે, આજે ઓસ્ટ્રેલિયા લઈ જાઉં. આવશો ને?

લો, આવી પહોંચ્યા ઓસ્ટ્રેલિયાનાં વિક્ટોરિયા રાજ્યમાં. અહીંના ગિપ્સલેન્ડ વિસ્તારમાં તાજેતરમાં આવેલા ભયાનક પૂરને કારણે સમગ્ર વિસ્તારની વીજવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ઘણી બધી ઈમારતોને પણ નુકસાન થયું છે. જમીન પર પાણીનું લેવલ વધી ગયું છે. આવા સમયે જમીનમાં કે જમીન પર રહેતાં જીવ જંતુઓ માટે અસ્તિત્વ બચાવવું મુશ્કેલ બની જાય છે.

પરંતુ હાલમાં આવેલા આ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત દરમિયાન ખૂબ જ આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા છે. આ આખા વિસ્તારમાં કરોળિયાનાં જાળાની ચાદર પથરાયેલી છે. જે ખૂબ જ મોટી અને પારદર્શક છે. જમીન પર પાણીનું સ્તર વધવાથી કરોળિયાઓ ઊંચાઈવાળી જગ્યાએ જાળ બનાવે છે.

અહીંના ઘણાં વિસ્તારોમાં પૂર આવ્યા બાદ કરોળિયાએ વૃક્ષો, થાંભલાઓ અને રસ્તા પર જ્યાં જ્યાં મોટા મોટા અને ઊંચા ઊંચા બેનરો આવેલા છે તેનાં પર પોતાનાં ઘર બનાવી દીધાં છે. આથી તેઓ પોતાને ઊંચાઈ પર રાખી શકે અને જીવ બચાવી શકે. વૈજ્ઞાનિક ભાષામાં આ પદ્ધતિને 'બેલૂનિંગ' કહેવાય છે. આ જાળ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે.

નિષ્ણાતોના મતે આ પ્રકારનાં કરોળિયાથી મનુષ્યોને કોઈ જ નુકસાન થતું નથી. ભૂલથી કદાચ કરોળિયો ડંખ મારે તો પણ થોડી ખંજવાળ આવે છે, એથી વિશેષ કંઈ જ થતું નથી. આ પ્રકારનાં કરોળિયા કદમાં ખૂબ જ નાના હોવાથી મનુષ્યની ચામડી ભેદવી તેનાં માટે અશક્ય છે.

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111721426
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now