વ્યાખ્યા ઉલ્ફતની નટખટ ન્યારી છે
કુર્બાન અહીં દિલ જો દિલદારી છે.
કોરી ક્યાં છે કાગળ જેવી નિર્મળ ,
રૂહમાં ખેલી ઈબાદત ન્યારી છે
આંસું ખારા હોવાના રુખસતનાં,
મીઠી મધુરી જો ,તડપન જારી છે.
મોજાં ખેલી, ક્યાંક હકીકત ડૂબી,
અરમાનો ની ત્યાં ખૂલી બારી છે.
એક તુંહી જો જપતાં મન એકતારો,
આનંદ સફર તો, બહું જ દુલારી છે.
-મોહનભાઈ આનંદ