જીવન તો બાકી છે ક્યાં થઈ ગ્યું મોડું?
પૂરા માંથી હજું તો તેં જીવ્યું જ છે થોડું;
જમાનામાં બન્યા છે મતલબી સબંધો,
યકીન કર્યો જેના પર એ નિકળ્યું ખોળું;
મિત્રની વ્યાખ્યા મને પૂછો તો હું કહીશ,
કુંડળી મેળવ્યા વિનાનું અખંડિત કજોડું;
કૃષ્ણ સુદામા જેવી મિત્રતા છે આપણી,
અજમાવી જો ભેટવા ઉઘાડા પગે દોડું;
ચંદ્રમાથી વિશેષ શું ખિતાબ આપું મિત્ર,
તારા વિના "વ્યોમ" પણ લાગે છે કોરું;
... ✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)