રીતેશ ક્રિશ્ચિયન -❤️ ચાંદ જી ના એક શેર પર મારી ગઝલ
તારા ખભે જે રાહત મળે છે એની તને ક્યાં ખબર છે?
તને જોઈને જે ટાઢક મળે છે એની તને ક્યાં ખબર છે?
તું લે છે જે શ્વાસ એની તારી ધડકનને ખબર છે કે નૈ,
પણ મને એ આહટ મળે છે એની તને ક્યાં ખબર છે?
તું મને પ્રેમ કરે છે કે નહીં એમાંય તું અજાણ છે પ્રિયે,
તારી મને એ ચાહત મળે છે એની તને ક્યાં ખબર છે?
લાખ કોશિશ કરે તું ઢાંકવાની તારી મદભરી આંખોને,
ચૂપચાપ મને દાવત મળે છે એની તને ક્યાં ખબર છે?
મોસમના પહેલા વરસાદે જ્યારે યાદ તારી આવે પછી,
મળવા દિલ બગાવત કરે છે એની તને ક્યાં ખબર છે?
તું મળે કે ના મળે પરવા નથી મને "વ્યોમ" હવે, બસ
તારા દિદારે જીવન મળે છે એની તને ક્યાં ખબર છે?
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)