શબ્દોની રમત છે અહીયાં,
જે બોલે તે જીતી જાય છે,
શબ્દો સાચાં ક્યાં મળે છે અહીયાં,
જે સાચાંથી તે મુંજાય છે,
શબ્દો જુઠ્ઠાં ઘણાં મળે છે અહીયાં,
જે જુઠથી તે હરખાય છે,
શબ્દોની માયાજાળ છે અહીયાં,
જે માયાથી તે રમત રમી જાય છે,
શબ્દોને ક્યાં સન્માન છે અહીયાં,
જે ના બોલે તે હારી જાય છે.
મનોજ નાવડીયા