છંદ, રદિફ અને આ કાફિયા, હું ક્યાં કાંઇ જાણું છું?
લખું છું એ જે અનુભવીયા, હું ક્યાં કાંઇ જાણું છું?
ભૌતિક સુખ માટે માણસો છોડે છે ઘરબાર ને વતન,
છતાં એ ક્યાંય ના ફાવીયા, હું ક્યાં કાંઇ જાણું છું?
મૂખે મુસ્કાન લઈ ફરે છે જે હર મહેફિલ ને પ્રસંગોમાં,
જોયા એના ભીના તકિયા, હું ક્યાં કાંઇ જાણું છું?
જીવન પથની સફર નથી હોતી કંઇ આસાન "વ્યોમ"
ઘસાઇ જાય પગના તળિયા, હું ક્યાં કાંઇ જાણું છું?
હોય જેના ધડ ધીંગાણે ને માથા હોય જેના મસાણે,
"વ્યોમ" એના બને છે પાળીયા, હું ક્યાં કાંઇ જાણું છું?
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)